You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
પેટ્રોલ-ડીઝલ બચાવવા, સોનું ન ખરીદવાની અપીલ પછી પીએમ મોદી સામે ઊઠ્યા સવાલો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10 મેએ એ લોકોને જે અપીલ કરી તેની ચર્ચા રાજકીય વર્તુળોથી લઈને ઉદ્યોગપતિઓ, ખેડૂત સંગઠનો, અર્થશાસ્ત્રીઓ અને સોશિયલ મીડિયામાં પણ ચાલી રહી છે. સરકાર આને મધ્યપૂર્વના સંકટ વચ્ચે સામાજિક જવાબદારી અને લૉંગ ટર્મ ઍનર્જી સિક્યૉરિટીની દિશામાં પગલું ગણાવે છે, પરંતુ ટીકાકારો કહે છે કે આ આર્થિક દબાણના સંકેત છે અને સામાન્ય લોકો પર બોજ નાખવાનો પ્રયાસ છે.
NEET 2026 પરીક્ષા રદ થઈ, નૅશનલ ટેસ્ટિંગ એજન્સીએ શું કારણ આપ્યું? - ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ અને દુનિયાના મહત્ત્વપૂર્ણ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતીના આ પેજ સાથે.
બિશ્નોઈ અને બંબીહા જેવી ગૅંગ ખંડણી માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરે છે, કૅનેડા સરકારનો અહેવાલ
કૅનેડામાં દક્ષિણ એશિયન મૂળના લોકો પાસેથી ખંડણી વસૂલવાના અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલી ગૅંગ સ્ટડી પરમિટ પર રહેતા યુવાનોનો ઉપયોગ કરી રહી હોવાના અહેવાલ છે. કૅનેડા સરકારના ધ ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન્શ ઍન્ડ રિપોર્ટ્સ ઍનાલિસીસ સેન્ટર (FINTRAC)ના ગુપ્ત રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.
વીડિયો, બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે તે વાવાઝોડું બનશે કે નહીં અને તે કઈ તરફ જશે?, અવધિ 6,34
આગામી સમયમાં બંગાળની ખાડીમાં એક સાઇક્લોન સર્જાય તેવી શક્યતા છે અને તેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર થાય તેવી શક્યતા છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતમાં આરએસએસની કેવી ભૂમિકા રહી?
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મોટી જીતના કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે. સંઘ ઘણા સમયથી કહેતો આવ્યો છે કે તે ચૂંટણીના રાજકારણથી દૂર રહે છે, પરંતુ પશ્ચિમ બંગાળનાં પરિણામો પછી એ સવાલ પુછાય છે કે શું આ વખતે સંઘે પડદા પાછળ રહીને નિર્ણાયક ભૂમિકા ભજવી છે?
'ઊડતી રકાબી અને રહસ્યમય ઘટનાઓ' પર અમેરિકાએ પહેલી વખત ગોપનીય દસ્તાવેજો જાહેર કર્યા
અમેરિકાના સરંક્ષણ મુખ્યાલય પેન્ટાગોને યુએફઓ (ઊડતી રકાબી) વિશે કેટલાક એવા દસ્તાવેજ જાહેર કર્યા છે જે પહેલાં ક્યારેય નહોતા સામે આવ્યા. આ દસ્તાવેજોમાં એવી ઘટનાઓનો ઉલ્લેખ છે જે લોકોએ જોયેલી છે. આ દસ્તાવેજોમાં શું રહસ્ય બહાર આવ્યું?
વડા પ્રધાન મોદીની અપીલ ભારતીયોને કોઈ મોટા સંકટ માટે તૈયાર રહેવાની ચેતવણી છે?
શું ભારતે આગામી દિવસોમાં ગંભીર ઑઇલ સંકટનો સામનો કરવો પડે તેવી આશંકા છે? શું ઈરાન યુદ્ધની ભારત પર ચિંતાજનક અસર પડશે? શું ભારતના લોકોએ પડકારજનક દિવસો માટે તૈયાર રહેવું પડશે?
સાપને એક સમયે પગ હતા, આજે નથી છતાં તે ઝડપથી કેવી રીતે દોડી શકે છે?
આપણે ઘણી વખત સાપને ગુપચુપ જમીન ઉપર આશ્ચર્યજનક ઝડપ અને સ્ફૂર્તિથી સરકતા, સહેલાઈથી ઝાડ ઉપર ચઢતા અને પાણીમાં તરતા જોઈએ છીએ. તેને પગ નથી છતાં તે આવું કેવી રીતે કરી શકે છે?
'મારા પુત્રને આંખે પાટા બાંધીને પોલીસે માર માર્યો', દલિત યુવાનનું કથિત રીતે કસ્ટડીમાં મોત, બે મહિનાથી મૃતદેહ નથી સ્વીકાર્યો
માર્ચ મહિનામાં 26 વર્ષીય દલિત યુવાનનું મોત થયું જેને પોલીસ કસ્ટડીમાં ત્રાસ અપાયો હતો તેવો આરોપ છે. પરિવારજનો દ્વારા હજુ સુધી તેનો મૃતદેહ સ્વીકારવામાં નથી આવ્યો.
ભારત/વિદેશ
ભાજપના વધુ શક્તિશાળી બનવાથી પ્રાદેશિક પક્ષો પર તોળાતું જોખમ, કૉંગ્રેસ માટે 'આશાનું કિરણ'
પશ્ચિમ અને મધ્ય ભારતમાં એક ઝારખંડ રાજ્યના ઝારખંડ મુક્તિ મોરચાને બાદ કરતાં બાકીનાં તમામ રાજ્યોમાં ભાજપનું શાસન છે. ઉત્તર પૂર્વ ભારતમાં એક મિઝોરમ સિવાયનાં બધાં રાજ્યોમાં ભાજપ અને તેના સાથી પક્ષો સત્તા પર છે. શું "ડબલ-એન્જિન ગવર્મેન્ટ"ના ભાજપના સૂત્ર સામે પ્રાદેશિક પક્ષો નબળા પડી રહ્યા છે? કે પછી આ ભાજપના પ્રભુત્વની ચરમસીમા છે, અર્થાત્ પ્રાદેશિક રાજકારણ તેની તાકાત પાછી મેળવશે?
પીએમ મોદીએ સોનું ન ખરીદવા અને ખાવાનું તેલ ઓછું વાપરવાની અપીલ કેમ કરી?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેલંગણાની મુલાકાત દરમિયાન કેટલીક વિકાસ યોજનાઓની જાહેરાત કરી હતી અને સિકંદરાબાદમાં એક જનસભા સંબોધી. તેમણે લોકોને વિદેશી હૂંડિયામણ બચાવવાની અપીલ કરી હતી, જેના માટે તેમણે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડવા, એક વર્ષ સુધી સોનું ન ખરીદવા અને ખાદ્ય તેલનો ઉપયોગ પણ ઓછો કરવાની સલાહ આપી હતી.
વિમાન ઊડ્યું ને થોડી ક્ષણોમાં પાઇલટે ફોન કરીને કહ્યું, 'અમે કોઈની સાથે અથડાયા છીએ'
અમેરિકામાં એક વિમાન ટેક-ઑફ કરવાની તૈયારીમાં હતું અને એક વ્યક્તિ રનવે પર આવી ગઈ. આ ઘટના કેવી રીતે બની?
રોજ 2,000 જેટલાં ઈંડાં મૂકી શકતી રાણીની મધપૂડામાંથી કેવી રીતે પસંદગી થાય છે?
મધમાખીઓની દુનિયા અનોખી છે અને વૈજ્ઞાનિકોને તેમના વર્તન તથા રાણીની પસંદગી વિશે નવું નવું જાણવા મળે છે.
'ઓછાં કપડાં પહેરેલી મહિલા પર મારો ફોટો જોડવામાં આવ્યો, સાથે બેઠેલા પુરુષ પર મારા 12 વર્ષના પુત્રનો ફોટો લગાવ્યો'
એક પૉડકાસ્ટના વાઇરલ થયા બાદ મરાઠી અભિનેત્રી ગિરિજા ઓક ઇન્ટરનેટ પર છવાઈ ગયાં છે. ઇન્ટરનેટ પર તેમને લોકોએ 'નૅશનલ ક્રશ' કહી રહ્યા છે. પણ ત્યાર બાદ તેમની તસવીરોનો દુરુપયોગ જે રીતે થયો અને જે રીતે થયો તે જોઈને તેઓ પરેશાન થઈ ગયાં છે.
વંધ્યત્વથી પીડાતા પુરુષોને પિતા બનવામાં મદદ કરશે એઆઈ, પુરુષોમાં 'છુપાયેલો શુક્રાણુ' શોધી કાઢે છે આ નવી ટૅકનિક
વંધ્યત્વ વિશ્વના લાખોને પ્રભાવિત કરે છે અને પ્રજનનની વય ધરાવતી દર છમાંથી એક વ્યક્તિ સમગ્ર જીવનકાળમાં ઓછામાં ઓછું એક વખત ગર્ભધારણ કરવામાં સમસ્યાનો સામનો કરે છે. 50 ટકા કિસ્સામાં પુરુષોમાં વંધ્યત્વ મુખ્ય કારણ હોય છે અને તમામ પૈકીના એક ટકા પુરુષો એઝોસ્પર્મિક હોય છે.
નૌસેનાના અધિકારીએ પત્નીના પ્રેમીની હત્યા કરી નાખી, જ્યારે કોર્ટમાં હાજર થયા ત્યારે છોકરીઓ ફૂલ વરસાવતી
તમામ લોકસમર્થન છતાં કવાસ નાણાવટી બધી કાનૂની લડાઈઓ હારી ગયા અને સુપ્રીમ કોર્ટે તેમને આજીવન કારાવાસની સજા સંભળાવી, પરંતુ નાણાવટીએ ખૂબ વધારે સમય સુધી જેલમાં ન રહેવું પડ્યું. નાણાવટી અને સિલ્વિયાની આ કહાનીને ભારત જ નહીં બીજા દેશોમાં પણ ઘણું કવરેજ મળ્યું. ટાઇમ અને ન્યૂ યૉર્કરે આના પર કહાણીઓ પ્રકાશિત કરી. આ વિષય પર ઓછામાં ઓછી ત્રણ હિંદી ફિલ્મો બનાવવામાં આવી.
ફૈઝાનઉલ્લા : હાથ-પગ ચાલતા નહોતા પરંતુ હિંમત ન હારી, મોઢાંમાં પેન પકડી પરીક્ષા આપી ટૉપર બન્યા
બાળપણથી જ પુત્ર શારીરિક વિકલાંગ હોવા છતાં પરિવારે હાર ન માની અને એવી સખત મહેનત કરી કે છોકરાએ પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવ્યું.
તામિલનાડુમાં મુખ્ય મંત્રીના શપથ લેતાની સાથે જ વિજયે લીધા આ ત્રણ મહત્ત્વના નિર્ણય
અભિનેતા સી. જોસેફ વિજયે તામિલનાડુના મુખ્ય મંત્રી તરીકે શપથ લઈ લીધા છે. ચેન્નાઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં તેમની શપથવિધિ યોજાઈ હતી. તામિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે રવિવારે વિજયને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ