બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે તે વાવાઝોડું બનશે કે નહીં અને તે કઈ તરફ જશે?

બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે તે વાવાઝોડું બનશે કે નહીં અને તે કઈ તરફ જશે?

આગામી સમયમાં બંગાળની ખાડીમાં એક સાઇક્લોન સર્જાય તેવી શક્યતા છે અને તેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર થાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, જો આ સિસ્ટમ બનીને આગળ વધે તો વાવાઝોડું પણ સર્જાય તેવી શક્યતા છે. હજુ 48 કલાક સુધીમાં આ સિસ્ટમ મજબૂત બને તેવી શક્યતા છે.

જોકે આ સિસ્ટમ વાવાઝોડું બને તેવી શક્યતા બહુ ઓછી છે.

ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં જો વાવાઝોડું બને તો ગુજરાતમાં બહુ ઓછી અસર થતી હોય છે. જો અરબ સાગરમાં સિસ્ટમ બને તો ગુજરાત પર તેની અસર થતી હોય છે.

ભારતમાં સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત આંદામાન-નિકોબારના ટાપુઓ પરથી થતી હોય છે અને તે બાદ જ્યારે ચોમાસું કેરળ પહોંચે ત્યારે તેની વિધિવત્ શરૂઆત થઈ ગણાય છે.

હવામાન વિભાગ પ્રમાણે આંદામાન-નિકોબારના ટાપુઓ પર ચોમાસાના આગમાનની સત્તાવાર તારીખ 22 મે છે. એટલે કે 22 મેની આસપાસ ચોમાસું ભારતના વિસ્તારોમાં પ્રવેશ કરતું હોય છે.

જે બાદ તે બંગાળની ખાડીમાં આગળ વધે અને ત્યાંથી તે અરબી સમુદ્રમાં પ્રવેશ કરે છે. આખરે કેરળમાં જ્યારે ચોમાસાનું આગમાન થાય ત્યારે ભારતમાં ખરેખર ચોમાસાની શરૂઆત ગણવામાં આવે છે.

કેરળમાં ચોમાસું શરૂ થવાની સત્તાવાર તારીખ 1 જૂન છે. જોકે, વર્ષ 2025માં 24 મેના રોજ કેરળ સહિત બીજા વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ હતી. એટલે કે સમય કરતાં વહેલી શરૂઆત થઈ હતી.

તો આ સિસ્ટમની ગુજરાત પર શું અસર થશે, તેની સમગ્ર માહિતી આ વીડિયોમાં આપીશું.

અહેવાલ- દીપક ચુડાસમા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન