BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
ગુજરાત : બાંગ્લાદેશની કાજલ અને આણંદના તરુણની પ્રેમકહાણીમાં 'સરહદ' કઈ રીતે બની વિલન
કહેવાય છે કે પ્રેમ કોઈ બંધન કે સરહદ જોતો નથી. પરંતુ આણંદના લાંભવેલમાં રહેતા તરુણ પટેલના જીવનમાં 'સરહદ' જ તેમની દુશ્મન બની ગઈ છે. બાંગ્લાદેશની યુવતી સાથે પ્રેમ થયા બાદ લગ્ન કરીને ઠરીઠામ થઈ ગયેલા તરુણ હવે પોતના પરિવારને વેરવિખેર થતાં બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.
પુતિને કહ્યું, 'યુક્રેન મુદ્દે રશિયા અમેરિકાની શરતો અંતર્ગત સમજૂતી માટે તૈયાર' – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
આયર્લૅન્ડ સામે સિરીઝની હાર અને વૈભવ સૂર્યવંશીને ટીમમાં સમાવેશ ન કરવા પર નિષ્ણાતોએ શું કહ્યું?
રવિવારે આયર્લૅન્ડે બેલફાસ્ટમાં ભારત સામે એક રનથી વિજય મેળવીને સિરીઝ જીતી લીધી હતી. 2023 પછી ભારતનો આ પહેલો ટી20 સિરીઝનો પરાજય છે. વૈભવ સૂર્યવંશીને ટીમમાં સમાવેશ ન કરવા પર નિષ્ણાતોએ શું કહ્યું?
ગુજરાતમાં હવે આગળ વધશે ચોમાસું, કઈ તારીખે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે ભારે વરસાદ
ગુજરાતમાં ચોમાસું પહોંચ્યા બાદ આગળ વધી રહ્યું નથી અને જ્યાં ચોમાસું પહોંચ્યું છે ત્યાં પણ હાલ વરસાદ પડી રહ્યો નથી. જૂન મહિનો પૂરો થયા બાદ હવે વરસાદનું જોર વધે તેવી શક્યતા છે.
મહિલા ટી20 વિશ્વકપ : એ કારણો જેને કારણે હરમનપ્રીતકોરની બ્રિગેડ સેમિફાઇનલમાં ન પ્રવેશી શકી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટી20 વિશ્વકપના સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે અસફળ રહી છે. ગ્રૂપ-Aના છેલ્લા મુકાબલામાં ઑસ્ટ્રેલિયાની ટીમે ભારતને 6 વિકેટે માત આપી હતી. સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતે ઑસ્ટ્રેલિયાને હરાવવું જરૂરી હતું. ગ્રૂપ-Aમાં ઑસ્ટ્રેલિયા ઉપરાંત દક્ષિણ આફ્રિકાની ટીમ સેમિફાઇનલમાં પહોંચી છે. ગ્રૂપ-Bમાંથી ઇંગ્લૅન્ડ અને વેસ્ટઇન્ડિઝની ટીમ સેમિફાઇનલમાં પહોંચી છે
વીડિયો, 'આ છેતરપિંડી નથી તો શું છે?', મોરબીના જેતપરમાં ઉપવાસ કરતા ખેડૂતનાં પત્નીએ ખેતરની હાલત જોઈને શું કહ્યું?, અવધિ 6,02
મોરબીના જેતપરમાં પણ વીજથાંભલા લગાવવાનો વિરોધ હવે આમરણાંત ઉપવાસ સુધી પહોંચી ગયો છે.
IND vs IRE : 1050 દિવસ બાદ ભારત હાર્યું ટી20 સિરીઝ, આયર્લૅન્ડ સામે બન્યા આ 'નિરાશાજનક' રેકૉર્ડ્સ
આયર્લૅન્ડે બીજી ટી20 મૅચમાં ભારતને એક રને હરાવી દીધું છે. આ સાથે આયર્લૅન્ડે બે મૅચની આ સિરીઝ 2-0થી જીતી લીધી છે. સતત 16 ટી20 સિરીઝ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાએ આ સિરીઝ હારી છે. આયર્લૅન્ડે ભારતીય ટીમને ક્લીન સ્વીપ આપીને ઇતિહાસ રચ્યો છે. આયર્લૅન્ડ પહેલી વખત ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ભારત સામે સિરીઝ જીતવામાં સફળ થયું છે.
'અમને નિર્વસ્ત્ર કર્યા, માર્યા અને બરફના તોફાનમાં પગપાળા પર્વત પાર કરવાની ફરજ પાડી'
13થી 25 વર્ષની વયના ડઝનેક સ્થળાંતરકર્તાઓ બીબીસી અફઘાન ફૉરેન્સિકને જણાવ્યું હતું કે તેમનો સમાવેશ એ 50 અફઘાનોમાં થતો હતો, જેઓ બરફમાં ફસાયા એ પહેલાં તુર્કીના સરહદ રક્ષકોએ માર માર્યો હતો અને નિર્વસ્ત્ર કર્યા હતા.
લાહોરમાં સંસ્કૃત શીખવે છે આ ભૂતપૂર્વ ઍન્જિનિયરઃ 'મારી ઇચ્છા છે કે, સંસ્કૃતમાંથી ઉર્દૂમાં રામાયણ-મહાભારતનો અનુવાદ થાય'
પ્રોફેસર રશીદ અને તેમના વિદ્યાર્થીઓ પાકિસ્તાનની પંજાબ યુનિવર્સિટી ખાતેના વૂલનર સેન્ટરમાં સંગ્રહાયેલી અલભ્ય પ્રાચીન સંસ્કૃત હસ્તપ્રતો તથા પુસ્તકો વાંચી શકવાનું સપનું સેવી રહ્યા છે.
લાઇવ ટીવી
દેશ અને દુનિયાના દરેક મહત્ત્વનાં સમાચાર અને તેનું વિશ્લેષણ. રાજકારણ, વિજ્ઞાન, મનોરંજન, ઇતિહાસ, રમત-ગમત અને બીજું ઘણું બધું.
ભારત/વિદેશ
મકાન મળવામાં મોડું થાય તો 'ગ્રાહક પઝેશન લીધા બાદ પણ બિલ્ડર પાસેથી વળતર માગવાનો હકદાર', સુપ્રીમ કોર્ટે ચુકાદામાં શું કહ્યું
સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું છે કે પઝેશનમાં વિલંબ માટે વળતરનો દાવો યોગ્ય એટલા માટે છે કે ખરેખરમાં તો પઝેશનમાં વિલંબ પઝેશનની વાસ્તવિક સોંપણી પહેલાંના સમયગાળાથી ગણાય છે.
શુક્રાણુની સંખ્યા વધારવા માટે વૃષણ પર આઇસ પૅક અને રક્તદાન શું કારગત છે?
શુક્રાણુઓની સંખ્યાની અસર શું પુરુષોના સ્વાસ્થ્ય પર પણ પડે છે કે માત્ર પ્રજનન ક્ષમતા પર જ પડે છે? શુક્રાણોની સંખ્યા વધારવા માટે ઑનલાઇન નુસખાની ભરમાર છે પણ શું તે ખરેખર અસરકારક હોય છે?
તાજમહલ : પ્રેમના આ પ્રતીકમાં છુપાયેલી છે મુમતાઝ મહલની આ દુઃખભરી દાસ્તાન
શાહજહાં અને મુમતાઝ મહલની શાદી 1612માં થઈ હતી. એ સમયે શાહજહાંનું નામ રાજકુમાર ખુર્રમ હતું અને મુમતાઝ મહલનું નામ 'અર્જુમંદ બાનો બેગમ' હતું. શાદીના થોડાક જ સમય પછી શહેજાદા ખુર્રમે અર્જુમંદ બાનો બેગમને 'મુમતાઝ મહલ'ની ઉપાધિ આપી, જેનો અર્થ છે 'મહેલની સૌથી ગમતી મહિલા'.
ફ્રાન્સ : ઘેટાં-બકરાંની જાતીય સતામણીના આરોપમાં અફઘાન નાગરિકને 30 મહિનાની જેલની સજા, કેવી રીતે ઝડપાયો?
ફ્રાન્સની એક અદાલતે 19 વર્ષના એક અફઘાન યુવાનને ઘેટાં અને બકરીના જાતીય શોષણના આરોપમાં 30 મહિનાની જેલની સજા ફટકારી છે.
ફિફા વર્લ્ડકપ વિશ્વની સૌથી મોટી સટ્ટેબાજી ઇવેન્ટ કેમ કહેવાઈ રહી છે?
ફિફા મૅન્સ વર્લ્ડકપ અત્યાર સુધીની સૌથી મોટી સટ્ટાબાજીની ઇવેન્ટ બની શકે છે. તેમાં વૈશ્વિક સ્તરે 50 અબજ ડૉલર (37.4 અબજ પાઉન્ડ) કરતાં પણ વધારે દાવ લાગે તેવી સંભાવના છે.
મહિલા ટી20 વિશ્વકપ: ભારતીય ટીમ માટે સેમિફાઇનલમાં પહોંચવું કેમ સરળ નથી?
ભારત અત્યારે ગ્રુપ-એમાં છ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ઑસ્ટ્રેલિયા ચાર મેચ જીતીને આઠ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને યથાવત છે.
ઈરાન: અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં પીએમ મોદી જશે કે નહીં, ભારતની શું મૂંઝવણ છે?
ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર આગામી મહિને થશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ઇઝરાયલ અને અમેરિકાના હુમલામાં તેમનું મોત થયું હતું. આ અંતિમ સંસ્કારમાં દુનિયાભરના અનેક નેતાઓ સહિત લાખો વિદેશી નાગરિકો પણ સામેલ થાય તેવી શક્યતા છે.
માનવ જેવા રોબૉટ હવે શું યુદ્ધના મેદાનમાં પણ ઊતરશે, આ કેટલું જોખમી છે?
ઘણી કંપનીઓ કારખાનાંમાં, ઘરમાં અથવા સાથી તરીકે ઉપયોગી બની શકે એવા સ્વાયત્ત માનવીય રોબૉટ બનાવી રહી છે. પરંતુ ફાઉન્ડેશનનો દાવો છે કે અમેરિકામાં તે એકમાત્ર એવી કંપની છે, જે ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રમાં વિવિધ ઉપયોગી રોબૉટ વિકસાવી રહી છે.
સિયા 'કેતનની વિગને કારણે નારાજ હતી?' મંગેતરની હત્યાની આરોપી યુવતી મામલે કેવા ખુલાસા થયા?
મહારાષ્ટ્રના પુણે રિયલ એસ્ટેટ કારોબારી કેતન અગ્રવાલના બાદ અનેક નવી માહિતી સામે આવી રહી છે. કેતનની થનાર પત્ની સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીની કેતનની હત્યાના આરોપમાં ધરપકડ કરાઈ છે.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ




























































