You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચોટીલા : મુસાફરો ભરેલી લક્ઝરી બસમાં ભીષણ આગ
મુસાફરો ભરીને જઈ રહેલી ખાનગી કંપની લક્ઝરી બસ જોતજોતામાં જ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી
આગની આ ઘટના ગુજરાતના ચોટીલા સાયલા હાઇવે પર સર્જાઈ હતી.
મળતી માહિતી પ્રમાણે આ લક્ઝરી બસ સોમનાથથી મુસાફરોને લઈને અમદાવાદ જઈ રહી હતી.
આ બસમાં અંદાજે 28 જેટલા મુસાફરો સવાર હતા. જો કે, આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં તમામને નીચે ઉતારી દેવાતાં તેમનો બચાવ થયો હતો.
આગની ઘટનાને પગલે ફાયર અને પોલીસની ટીમે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આગ એટલી વિકરાળ હતી કે આખી લક્ઝરી બસ બળીને રાખ થઈ ગઈ હતી.
આગ ક્યા કારણોસર લાગી તે પણ સામે આવ્યું નહોતું.
ટ્રાવેલ્સ કંપનીના સંચાલકના કહેવા પ્રમાણે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન