વીડી સતીશન : કેરળના મુખ્ય મંત્રીપદ માટે પસંદ થનાર કૉંગ્રેસ નેતાની કહાણી

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, ઇમરાન કુરૈશી
- પદ, બીબીસી હિંદી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
કૉંગ્રેસ પાર્ટીના નેતૃત્વે કેરળના મુખ્ય મંત્રી તરીકે વીડી સતીશનની પસંદગી કરી છે, તેઓ 18 મે સોમવારના દિવસે મુખ્ય મંત્રીપદના શપથ લેશે.
વીડી સતીશન એવા આક્રમક કૉંગ્રેસ નેતા તરીકે ઓળખાય છે, જેમણે એલડીએફના કડક છબીવાળા મુખ્ય મંત્રી પિનરાઈ વિજયન સામે સીધી ટક્કર ઝીલી.
સતીશને એલડીએફ સરકાર અને વિજયન સામે કડક વલણ અપનાવ્યું હતું. વીડી સતીશન ત્યારથી વિજયન સામે ટક્કર લઈ રહ્યા છે, બીજું કોઈ વિજયન સામે નહોતું ટક્કર લઈ રહ્યું.
કેટલાક મુદ્દા પર તેમના સખત વલણને કારણે લોકો વિજયનને "મુંડૂમાં મોદી" કહેવા લાગ્યા હતા. કેરળમાં મુંડૂ ધોતીનું એક નામ છે.
જોકે 61 વર્ષના વીડી સતીશન પણ કેટલાક મામલે તેમનાથી અલગ નથી.
એક વખત એઝાવા સમુદાયના એસએનડીપી અને નાયર સર્વિસ સોસાયટી નામનાં સંગઠનો (એનએસએસ) સતીશનને મળવા માગતાં હતાં. પણ સતીશને જાતિગત સંગઠનો સાથે કોઈ સંબંધ ન રાખવાનું વલણ અપનાવ્યું.
આવું કરીને તેમણે સંકેત આપ્યો કે તેઓ સીધા જનતા સાથે જોડાશે.
રાજનીતિક ટિપ્પણીકાર પ્રોફેસર જે. પ્રભાષે બીબીસી ન્યૂઝ હિંદીને કહ્યું કે, "તેઓ સીધા જનતા પાસે ગયા અને તેમનું સમર્થન હાંસલ કર્યું. તેઓ પોતાના નિર્ણાયક વલણ માટે જાણીતા છે. બીજા નેતાઓની જેમ તેઓ કોઈ પણ જાતિના નામ પર બનેલાં સંગઠનો પાસે નથી ગયા. આ એક નિર્ણયે તેમને સમાજના અન્ય વર્ગોનું સમર્થન પણ અપાવ્યું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનું સીધું 'હા' કે 'ના' પાડવાનું વલણ ખ્રિસ્તી અને મુસ્લિમ સમુદાયોને પસંદ આવ્યું.
આનાથી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે (આઇયુએમએલ) ખૂલીને તેમને ટેકો આપ્યો હતો.
આઇયુએમએલ તરફથી સતત કહેવામાં આવ્યું કે તેઓ કૉંગ્રેસના નેતૃત્વવાળા યુનાઇટેડ ડેમૉક્રેટિક ફ્રન્ટ (યુડીએફ)ના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર તરીકે સતીશનને પસંદ કરશે.
સહયોગી દળોમાં પોતાની પકડ અને સામાન્ય લોકો વચ્ચે લોકપ્રિયતાએ તેમને કૉંગ્રેસની પહેલી પસંદ બનાવ્યા હતા.
સતીશન કેવી રીતે બન્યા શક્તિશાળી નેતા?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આઇયુએમએલનું આ વલણ કૉંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓને અલગ-અલગ કારણોથી ખટક્યું.
કૉંગ્રેસના ગઠબંધનના સહયોગી તેના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરી રહ્યા છે, તે કૉંગ્રેસને ગમ્યું નહીં. ત્યારે ભાજપે તેને કેરળમાં "મુસ્લિમ શાસન" લાવવાના પ્રયત્ન તરીકે જોયું.
પણ છેલ્લાં પાંચ વર્ષમાં રાજકારણ અને શાસન અંગે સતીશનનું વલણ અને સમગ્ર કેરળમાં તેમની મુલાકાતોને સામાન્ય રાજ્યના તમામ લોકોનું સમર્થન મળ્યું.
પોનાન્નીના કૉંગ્રેસ ધારાસભ્ય કેપી નૌશાદ અલીએ બીબીસી ન્યૂઝ હિંદીને જણાવ્યું કે, "આ સમર્થનને કારણે તેઓ એક શક્તિશાળી નેતા બની ગયા."
"તેમણે ધ્રુવીકરણનો વિરોધ કરીને લઘુમતીઓનાં દિલ જીત્યાં. સમાજના બધા વર્ગોને ધર્મનિરપેક્ષતાને લઈને તેમની કટિબદ્ધતા પર ભરોસો અપાવ્યો."
મતગણતરીના દિવસે તિરવનંતપુરમમાં પાર્ટી કાર્યાલયની બહાર હાજર એક રાજનીતિક પર્યવેક્ષકે ઓળખ જાહેર ન કરવાની શરત પર કહ્યું કે, "જમીન પર તેમની લોકપ્રિયતાએ જ તેમને મુખ્ય મંત્રીની દોડમાં સૌથી આગળનું સ્થાન અપાવ્યું."
તેમનું આકલન હતું કે, "ભલે સતીશન પાસે વહીવટનો અનુભવ નથી, પરંતુ આટલા મોટા બહુમત સાથે બનનારી સરકારનું નેતૃત્વ તેઓ જ કરી શકે છે."
જ્યારે મંત્રી નહોતા બની શક્યા

ઇમેજ સ્રોત, ANI
કેરળના પૂર્વ મુખ્ય મંત્રી ઓમન ચાંડીના મંત્રીમંડળમાં સતીશન મંત્રી બનવાના આરે હતા, પણ છેલ્લી ઘડીએ તેમના નેતા રમેશ ચેન્નિથલાએ તેમનું નામ હઠાવીને વીએસ શિવકુમારનનું નામ રાખ્યું હતું. આ વાત રમેશ ચેન્નિથલા સાથે તેમના સંબંધોમાં ખટાશનું કારણ બની.
ઑગસ્ટ 2025માં સતીશને બે સંમેલનોનું આયોજન કર્યું હતું જે સ્વાસ્થ્ય અને ઉચ્ચ શિક્ષણના વિષયો પર હતાં.
તેનો હેતુ બંને ક્ષેત્રોમાં નિષ્ણાતોનો મત લઈને એવી નીતિઓની એક દિશા નક્કી કરવાનો હતો જે જમીન પર પ્રભાવી હોય.
એક અધિકારીએ ઓળખ ન આપવાની શરતે કહ્યું કે, "સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે બનેલી બે સમિતિઓએ કેટલાક ફેરફાર સૂચવ્યા છે. સ્વાસ્થ્ય તંત્ર ઘણું મજબૂત છે પણ હજુ પણ કેટલીક કમીઓ છે."
સતીશને પોતાની કૅરિયરની શરૂઆત કેરળ હાઇકોર્ટમાં એક વકીલ તરીકે કરી હતી.
જોકે રાજકારણમાં તેમની રુચિ વિદ્યાર્થી જીવનથી જ શરૂ થઈ હતી.
તેઓ પહેલી વખત 2001માં વિધાનસભા માટે ચૂંટાયા અને ત્યારથી લઈને અત્યાર સુધી પારાવુર વિધાનસભા ક્ષેત્રથી સતત દરેક ચૂંટણી જીતતા આવ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















