Gujarat Rain Update : ગુજરાતમાં ઝડપી પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, કયા જિલ્લાઓમાં હવામાન પલટાશે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ચોમાસું વિધિવત્ બેસે એ પહેલાં શનિવાર-રવિવારે અમદાવાદ સહિત સંખ્યાબંધ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડતાં વાતાવરણમાં કામચલાઉપણે ઠંડક પ્રસરી હતી.
જોકે, વરસાદ બંધ થયા બાદના કલાકોમાં ગરમીમાં થોડો ઘટાડો અનુભવાયા છતાં દિવસ દરમિયાન ઘણી જગ્યાએ ઉકળાટથી ઝાઝી રાહત નહોતી મળી શકી.
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, ભારત તરફ સતત આગળ વધી રહેલા ચોમાસાની અસરો હવે દેખાવાનું શરૂ થઈ ચૂક્યું છે.
નોંધનીય છે કે ભારતની મુખ્ય ભૂમિ પર ચોમાસું સામાન્યપણે 1 જૂનની આસપાસ બેસી જતું હોય છે.
હવે, હવામાન વિભાગે ફરી એક વાર ભારત અને ગુજરાત તરફ આગળ વધતા ચોમાસાની આગેકૂચ અંગેની માહિતી જાહેર કરવાની સાથે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ અંગેની આગાહી જાહેર કરી છે.
ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડ્યો?

ઇમેજ સ્રોત, IMD
શનિવારે મોડી રાત્રે અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે તોફાની વરસાદ જોવા મળ્યો હતો. જિલ્લાના માલપુર, મોડાસા, બાયટ, મેઘરજ, ધનસુરા, શામળાજી, સાઠંબા અને ભીલોડામાં પણ વરસાદ ખાબક્યો હતો.
માલપુરમાં હાઇવે પર નદી જેવાં દૃશ્યો સર્જાયાં હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
આ ઉપરાંત સાબરકાંઠામાં હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને પોશીના ખાતે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાપી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો, જિલ્લામાં કેટલાંક સ્થળોએ વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો હતો.
તેવી જ રીતે અમરેલીમાં પણ રાજુલા અને જાફરાબાદ પંથકમાં શનિવારે વરસાદ પડતાં સ્થાનિકોને ગરમીથી આંશિક રાહત મળી હતી.
નોંધનીય છે કે અમદાવાદ શહેરમાં પણ શનિવારે મોડી રાત્રે ગાજવીજ અને પવન ફૂંકાવાની સાથે વરસાદ જોવા મળ્યો હતો.
રાજ્યમાં આગામી દિવસોમાં ક્યાં વરસાદ પડી શકે?

ઇમેજ સ્રોત, IMD
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવામાન વિભાગે જાહેર કરેલા બુલેટિનમાં ચોમાસાની આગેકૂચ અંગેની માહિતીની વાત કરીએ તો દક્ષિણપશ્ચિમ ચોમાસું દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર, લક્ષદ્વીપ ટાપુ, કેરળ-તામિલનાડુના કેટલાક ભાગ, બંગાળની ખાડીના દક્ષિણપશ્ચિમ, મધ્યપૂર્વ, મધ્યપશ્ચિમ અને ઉત્તરપૂર્વના વધુ કેટલાક ભાગોમાં અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના બાકીના ભાગોમાં આગામી ચાર-પાંચ દિવસ સુધી આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિ છે.
1 જૂન માટેની આગાહી મુજબ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુર જિલ્લાના છૂટાંછવાયાં સ્થળોએ 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજ અને વીજળી સહિત છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. વિભાગે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યો છે.
ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, વડોદરા, આણંદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી ખાતે છૂટાંછવાયાં સ્થળોએ મધ્યમ ગાજવીજ સહિત 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આ જિલ્લામાં વિભાગે ગાજવીજ સાથે વરસાદ માટે યેલો ઍલર્ટ જાહેર કર્યો છે.
આ સિવાય સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ મધ્યમ ગાજવીજ સહિત 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
આ ઉપરાંત વિભાગે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદનો ઍલર્ટ જાહેર કરાયો છે.
2 જૂન માટેની આગાહી મુજબ, નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ 50-60 કિમી પ્રતિ કલાકની ગતિએ ફૂંકાતા પવનોની સાથે હળવી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. વિભાગે આ જિલ્લા માટે ગાજવીજ સાથે વરસાદ માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યો છે.
ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત, નર્મદા, ડાંગ અને તાપી ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
3 જૂન માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર ખાતે છૂટાંછવાયાં સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
તેમજ સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ મેઘગર્જના સહિત હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
ઉપરાંત, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અને તાપી ખાતે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે છૂટાંછવાયાં સ્થળોએ મધ્યમ મેઘગર્જના સહિત હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
4 જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ મેઘગર્જના સહિત હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
5 જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ મેઘગર્જના સહિત હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















