તમિલનાડુના મુખ્ય મંત્રી વિજયે કાળા અને સફેદ સૂટ વિશે શું કહ્યું?

વીડિયો કૅપ્શન, સીએમ વિજયે કાળા ને સફેદ સૂટ વિશે શું કહ્યું?
તમિલનાડુના મુખ્ય મંત્રી વિજયે કાળા અને સફેદ સૂટ વિશે શું કહ્યું?
પ્રકાશિત

તામિલનાડુના મુખ્ય મંત્રી સી. જોસેફ વિજયે પોતાના સૂટ પહેરવા વિશે તિરુચિરાપ્પલ્લીની એક સભામાં વાત કરતા કહ્યું, 'કાળો રંગ શાનો પ્રતીક છે અને કોનું પ્રતિનિધિત્વ કરે છે તે સમજાવવાની જરૂર મને નથી લાગતી, કારણ કે દરેક વ્યક્તિ પહેલાંથી જ જાણે છે.'

તેમણે કહ્યું હતું કે, ''ઘણા લોકો મેં હાલમાં પહેરેલાં નવા સૂટ વિશે વાત કરી રહ્યા છે. શું આપણને કોટ અને સૂટ પહેરવાની મંજૂરી નથી. શું જે લોકો સત્તામાં છે તે જ પહેરી શકે છે? એવું કંઈ નથી. હું ઘણા બધા રંગના સૂટ પહેરતો નથી. હું માત્ર કાળા અને સફેદ રંગના સૂટ પહેરું છું, આપણા બધાના હૃદયની જેમ. આ રંગોની પસંદગી એ બતાવવા માટે કરી છે કે હું કાળા અને સફેદની જેમ દરેક બાબતમાં પારદર્શક અને સરળ રહીશ.''

tamilnadu, Chief minister, તમિલનાડુ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images