You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં બદલાયું હવામાન, ચોમાસા પહેલાં આજથી ક્યાં પડશે ભારે વરસાદ?
ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસે તેને હજુ થોડા દિવસોની વાર છે, પરંતુ એ પહેલાં જ અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદની સંભાવના છે.
છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દેશના અનેક વિસ્તારોમાં 50 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો.
આ સિવાય ત્રણ જૂનથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં નવું વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાની પણ શક્યતા છે.
આથી, આગામી દિવસોમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં ક્યાં વરસાદ પડવાની આગાહી?
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 1થી 4 જૂન સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં તથા, બાકીના ગુજરાતમાં ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે.
આ સાથે વીજળી સાથે 40-50 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
2 જૂન માટેની આગાહી મુજબ, નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ 50-60 કિમી પ્રતિ કલાકની ગતિએ ફૂંકાતા પવનોની સાથે હળવી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. વિભાગે આ જિલ્લા માટે ગાજવીજ સાથે વરસાદ માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યો છે.
ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત, નર્મદા, ડાંગ અને તાપી ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
3 જૂન માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર ખાતે છૂટાંછવાયાં સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
તેમજ સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ મેઘગર્જના સહિત હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
ઉપરાંત, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અને તાપી ખાતે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે છૂટાંછવાયાં સ્થળોએ મધ્યમ મેઘગર્જના સહિત હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
4 જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ મેઘગર્જના સહિત હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
પાંચમી જૂને સૌરાષ્ટ્ર-કચ્છમાં સૂકું હવામાન રહેવાની શક્યતા છે પરંતુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિતના છૂટાછવાયાં સ્થળાએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ સિવાય સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ-મહીસાગર સહિત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
દેશના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
આ અઠવાડિયે ઉત્તર-પૂર્વ ભારત અને દક્ષિણ દ્વીપકલ્પીય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
આ સિવાય ઉત્તર-પશ્ચિમ ભારત, મધ્ય ભારત અને તેની સાથે જોડાયેલા પૂર્વ ભારતનાં રાજ્યોમાં હજુ 70 કિમી પ્રતિકલાકની ઝડપવાળા તોફાની પવનો સાથે મધ્યમથી લઈને મોટા વીજળીના ગડગડાટ સાથે તોફાન આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અનેક જગ્યાએ કરા પડવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ભારતના હવામાન વિભાગે પહેલી જૂને જાહેર કરેલી પ્રેસનોટ અનુસાર, કેરળમાં આગામી બે-ત્રણ દિવસમાં દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું પહોંચે તેવી શક્યતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન