You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે ગટરની સફાઈ સમયે આખી રિક્ષા મળી આવી
મુંબઈમાં ગટરોની સફાઈ દરમિયાન ઑટો-રિક્ષાની આખી બૉડી ગટરની અંદરથી મળી આવી હતી.
મુંબઈમાં મહાનગરપાલિકાએ ચોમાસા પહેલાં ગટરોની સફાઈનું કામ શરૂ કર્યું છે. એ દરમિયાન એક ચંદિવલીના તિલકનગર સત્યનગર વિસ્તારમાં મુખ્ય ગટરની સફાઈ કરતી વખતે ઑટોરિક્ષાનું હાડપિંજર ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યું.
ચાંદિવલીના તિલકનગર સત્યનગર વિસ્તારમાં મુખ્ય ગટરની સફાઈ કરતી વખતે ઑટોરિક્ષાની આખેઆખી બૉડી લોખંડના કચરાપેટી, લોખંડનાં બૅરિકેડ્સ અને અન્ય વસ્તુઓ દૂર કરવામાં આવી હતી.
બીએમસીએ આ કાર્યવાહીનો વીડિયો શેર કર્યો છે. મુંબઈમાં આ વર્ષે મ્યુનિસિપલ કૉર્પોરેશને પ્રી મોન્સૂન કામગીરીમાં સુપર સકર જેવાં સ્પેશિયલ મશીનોની મદદથી ગટરમાં ભેગા થયેલા કાંપ, કચરો અને અવરોધોને દૂર કરવાનું કામ શરૂ કર્યું છે.