ભારતમાં ચોમાસું બેસવાની તારીખની જાહેરાત, ગુજરાતના હવામાનમાં કેવા ફેરફાર થશે?
હવામાન વિભાગે ભારતમાં ચોમાસું બેસવાની તારીખની જાહેરાત કરી દીધી છે.
આ વર્ષે પણ ચોમાસું તેના સમય કરતાં વહેલું શરૂ થાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગ પ્રમાણે આ વર્ષે કેરળમાં 26 મેના રોજ ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે. જેમાં ચાર દિવસ આગળ પાછળ થઈ શકે છે.
ભારતમાં સૌપ્રથમ ચોમાસાની ઍન્ટ્રી આંદામાન અને નિકોબારના ટાપુઓ પર થાય છે, જે સાથે જ તે બંગાળની ખાડીમાં પણ પ્રવેશ કરે છે. જે બાદ ચોમાસું આગળ વધે છે અને હિંદ મહાસાગરમાંથી થઈને અરબી સમુદ્રમાં પહોંચે છે.
અરબી સમુદ્રમાં ચોમાસું પહોંચ્યા બાદ તે કેરળમાં તેનું આગમાન થાય છે, કેરળમાં ચોમાસાની શરૂઆતની જાહેરાત કરવામાં આવે ત્યારે જ અધિકારીક રીતે ભારતમાં ચોમાસાની શરૂઆત ગણાય છે.
કેરળમાં ચોમાસું શરૂ થવાની તારીખ 1 જૂન હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું દેશમાં વહેલું શરૂ થવાની જાહેરાત હવામાન વિભાગે કરી છે.
વીડિયો : દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



